જનતાના હિતમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવા બાબતે AICPO ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને ઉપ પ્રમુખે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

Gandhinagar

ગાંધીનગરઃ જનતાના હિતોના રક્ષણ સામે લડતી સંસ્થા અખિલ ભારતીય ઉભોક્તા ઉત્થાન સંગઠનના ગાંધીનગર જિલ્લાના પ્રેસિડેન્ટ રાજેશભાઈ વી પટેલ તેમજ વાઇસ પ્રેસિડેન્ટ કિર્તીભાઈ પટેલ દ્વારા જનતાના હિતમાં યુદ્ધના દોરણે કામગીરી કરવા બાબતે ગાંધીનગર જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન સંસ્થાના ગાંધીનગર જિલ્લાના પ્રમુખ પ્રેસિડેન્ટ રાજેશભાઈ વી પટેલ તેમજ વાઇસ પ્રેસિડેન્ટ કિર્તીભાઈ પટેલ દ્વારા સામાન્ય જનતાના હિતો માટે સત્વરે કામગીરી કરવામાં આવે એ હેતુથી ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જનતાના સ્પર્શતા મહત્વના બાબતો પર ધ્યાન દોર્યું હતું. આવેદનપત્ર પ્રમાણે રાજ્યભરમાં ખાદ્ય પદાર્થોમાં વપરાતા રંગ રસાયણ પર પ્રતિબંધ લગાવવું, દૂધની આઇટમો જેવી કે ઘી, માવો, આઈસ્ક્રીમ, પનીર, મિઠાઈઓ વગેરે પર ભેળસેળ બાબતે રાજ્યવ્યાપી અભિયાન ચલાવવું, ખાણીપીણીની સંસ્થાઓનાં સંચાલકો એમને ત્યાં શુદ્ધ બટરનો ઉપયો છે કે ફેટસ્પ્રેડ તે જામી શકાય તે રીતે સંસ્થામાં લખવું.

તેમજ રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ વિભાગ, તોલમાપ વિભાગ તથા ગ્રાહકોના બાબતોનો વિભાગ વગેરે સંસ્થાઓએ નિયમો મુજબની કામગીરી કરવાનું અભિયાન ચલાવવું જો જરૂરી જણાય તો મહેકમ વધારવું. તમાકુ, ગુટખા તેમજ સિગરેટની જેમ જંકફૂડથી સ્વાસ્થ્યને પહોંચતા નુકસાન બાબતે તેનુ કાર્ડ અથવા બોર્ડ પર લખવું જોઈએ તથા સરકારે આ બાબતે એક અભિયાન ચલાવવું જોઈએ.

આ ઉપરાંત કેસોના ઝડપથી નિકાલ માટે દરેક જિલ્લામાં એક એક ફૂડ સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરી હોવી જોઈએ. ખાધ્ય પદાર્થોમાં આજીનો મોટો તથા મિઠાઈઓમાં ચાંદીની વરખ અંગે મક્કમ નીતિ બનાવવી. આજીનો મોટો જ્યારે શરૂ થયેલ ત્યારે એનું મોટામાં મોટું પેકંગ 500 ગ્રામનું આવતું હતું અને હવે નાનામાં નાનું પેકિંગ 20 કિલોનું આવે છે.

પહેલા પેકિંગ પર લખવામાં આવતું હતું કે please keep safe child બાળકથી સાચવવું હવે બાળકોના પેટમાં એકલું આજીનો મોટો જ જાય છે જેનાથી બાળક સહિત બધાને પેટમાં અને મોઢામાં વિવિધ બિમારીઓ ઘર કરી રહી છે. આ બધા મુદ્દાઓ નીતિ બાબતના તથા ઠોસ કાર્યવાહી કરવા માટેનાં હોવાથી સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરવા જેવા મુદ્દાઓ આવેદનપત્રમાં આવરી લેવામાં આવ્યા હતા.