GujaratTime24 : સામાન્ય લોકોની સમસ્યાઓને વાંચા આપવા આવી ગયું છે ગુજરાત ટાઇમ્સ

Gujarat news

ગુજરાતી મીડિયામાં વધું એક આયામ ઉમેરાઈ ગયું છે. ગુજરાત ટાઇમ્સ 24 વેબ પોર્ટલ લોંચ થયું છે. વર્તમાન સમયમાં મીડિયાનું રુપ બદલાઈ ગયું છે, વર્તમાન પત્રો અને ટીવી ચેનલોની સાથે સાથે ડિજિટલ મીડિયા મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. પરંતુ સોશિયલ મીડિયાના વધતા વર્ચસ્વ વચ્ચે ફેક ન્યૂઝની વ્યાપકતા વધી ગઈ છે. આ સમસ્યાને ડામવા માટે સરકારની ભાગીદારી સાથેના મોટા પાયે પગલાં ભરવા જરૂરી છે પરંતુ આ કામ જૂજ વેબ સાઇટ કરી રહી છે. તમને જણાવતા આનંદ થાય છે ગુજરાત ટાઇમ્સ વેબ સાઈટ ફેકટ ચેકિંગ, દેશ-વિદેશના સમાચાર સહિત અમલદારશાહીમાં વ્યાપી ગયેલા દૂષણોને પણ ઉજાગર કરશે.

ગુજરાત ટાઇમ્સ સત્યને સાથે રાખીને કામ કરશે અને સત્ય ઉજાગર કરવાનું કામ કરશે. સમાજમાં વ્યાપેલા દૂષણને બહાર પાડવા સહિત સરકારને તેમની અયોગ્ય નીતિઓને દર્પણ બતાવશે.

ગુજરાત ટાઇમ્સ તટસ્થ રીતે લોકોની સમસ્યાઓને ઉઠાવશે. ગાંધીના ગુજરાતમાં ચાલતાં દારૂ- જુગાર સહિતના દૂષણથી સમાજને છુટકારો અપાવવા ગુજરાત ટાઇમ્સ કામ કરશે. ગુજરાત ટાઇમ્સ સરકારનો નહીં લોકોનો અવાજ બનશે.

ગુજરાત ટાઇમ્સ ગુજરાતની સમસ્યાઓ પર વધારે ધ્યાન આપશે. ખેડૂત અને મધ્યમ વર્ગના લોકોની સમસ્યાઓને સરકાર સુધી પોહચડવાનું કામ કરીને મરી રહેલ પત્રકારિતાને જીવિત કરવાનું કામ કરશે.