એશિયન ગેમ્સ 2023માં ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન જારી રહ્યું છે. ઘોડેસવારીની મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો છે.
હૃદય છેદા, દિવ્યકૃતિ, સુદીપ્તિ હજેલા અને અનુષ અગ્રવાલની જોડીએ ઘોડેસવારી ડ્રેસેજ ઈવેન્ટમાં 41 વર્ષના દુષ્કાળનો અંત લાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
ભારતીય ટીમે ઘોડેસવારીની મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો છે અને હૃદય છેદા, દિવ્યકૃતિ, સુદીપ્તિ અને અનુષ અગ્રવાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે 209.205 પોઈન્ટ બનાવીને ચીનને હરાવ્યું છે. ચીન 204.882 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને હોંગકોંગ 204.852 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
તમને જણાવી દઈએ કે અગાઉ ભારતે છેલ્લે વર્ષ 1982માં આ ઈવેન્ટમાં મેડલ જીત્યો હતો.