અંબાજી પગપાળા જતાં યુવકની સંદિગ્ધ હાલતમાં લાશ મળતા ખળભળાટ; પોલીસે શરૂ કરી તપાસ

અંબાજી પગપાળે જતાં યુવકની સંદિગ્ધ લાશ મળી

રિપોર્ટ- જીગર પરમાર; ભાદરવી પૂનમના મેળાને લઈને રાજ્યભરમાંથી લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરવા માટે અંબાજી પગપાળા જઈ રહ્યાં છે. આ વચ્ચે એક દુ:ખદ ઘટના સામે આવી છે. અંબાજી પગપાળા જઈ રહેલા એક યુવકની સંદિગ્ધ સ્થિતિમાં લાશ મળતા ચકચાર જામ્યો છે.

મળી રહેલી જાણકારી અનુસાર, નર્મદા જિલ્લાના નાંદોદના ભુછાડ ગામના રહેવાસી યુવકની લાશ સતલાસણા પોલીસ સ્ટેશનની હદ્દમાં મળી આવી હતી. મળી રહેલી જાણકારી અનુસાર, હાજરપુરથી અંબાજી માતાના દર્શન કરવા માટે પગપાળા સંઘ નિકળ્યો હતો. આ સંઘમાં જ મૃતક યુવક સાથે હતો પરંતુ સંઘ અંબાજી પહોંચી ગયો હોવા છતાં યુવકનો કોઈ અત્તો-પત્તો ન હોવાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન શાહુપુરા કંપા પાસે ઝાડ ઉપર લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી.

આ પણ વાંચો-મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, સમગ્ર રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો, ઈન્ટરનેટ સેવા બંધ

આ લાશના મળ્યા પછી હત્યા કે આત્મહત્યા જેવા અનેક તર્ક-વિતર્ક સામે આવી રહ્યાં છે. જોકે, સતલાસણા પોલીસ તરફથી કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સતલાસણા પોલીસે કાર્યવાહી હાથ ધરતા મૃતદેહને પોસ્ટ મોટમ માટે વડનગરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

મળી રહેલી માહિતી અનુસાર, મૃતકનો મૃતદેહ પોતાના જ કમરના બેલ્ટ થકી ઝાડ પર લટકતો મળ્યો હતો. તો બીજી તરફ તેના કપડાઓ સાથે પણ છેડછાડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેથી યુવકે આત્મહત્યા કરી છે કે તેની કોઈએ હત્યા કરી છે તે રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને હત્યા કે આત્મહત્યાના રહસ્યને ઉજાગર કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-2022-23માં માત્ર 66 લાખ ફ્રન્ટલાઈન નોકરીઓ ઉત્પન્ન થઇ; ગયા વર્ષની સરખામણીમાં 17.5% ઘટાડોઃ રિપોર્ટ