નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ગુરૂવારે દિલ્હી કોર્ટે 10 ઓક્ટોબર સુધી પાંચ દિવસ માટે ઈડીને રિમાન્ડ પર આપ્યા છે.
દિલ્હીના સંજય સિંહની દિલ્હી દારૂનીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં બુધવારે ઈડીએ ધરપકડ કરી લીધી છે.
રાઉત એવેન્યૂ કોર્ટના સ્પેશ્યલ જજ એમકે નાગપાલે સંજય સિંહને પૂછપરછ માટે ઈડીની કસ્ટડીમાં મોકલ્યા છે. આજે સંજય સિંહને રાઉજ એવેન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ઈડીએ કોર્ટ પાસે 10 દિવસની કસ્ટડીની માંગ કરી હતી અને કહ્યું હતુ કે ડિજિટલ પુરાવાઓ અને કેસમાં આગળની તપાસ માટે સિંહ સાથે પૂછપરછ કરવી જરૂરી છે.
વિશેષ ફરિયાદી અને વકીલ નવીન કુમાર મટ્ટાએ કહ્યું કે, બુધવારે સંજય સિંહના ઘરની તપાસ કરવામાં આવી અને તેમના નિવેદન નોંધવામાં આવ્યા. અત્યાર સુધી તપાસમાં માહિતી સામે આવી છે કે, બે કરોડ રૂપિયાની રોકડ આપવામાં આવી હતી અને કુલ ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા.
આ પણ વાંચો-અમદાવાદથી શરૂ થયેલા વર્લ્ડકપ 2023માં આ વખતે શું નવું છે?
મટ્ટાએ કહ્યું કે, દારૂ નીતિ કોંભાંડ કેસમાં એક આરોપી દિનેશ અરોડાએ સંજય સિંહના ઘર પર બે કરોડ રૂપિયા આપ્યા હતા. સંજય સિંહે ઈન્ડોસ્પિરિટ્સથી વધુ એક કરોડ રૂપિયા લીધા હતા.
મટ્ટાએ કોર્ટને જણાવ્યું કે, પૈસા સંજય સિંહના ઘર પર આપવામાં આવ્યા હતા. દિનેશ અરોડાએ તે વાતની પુષ્ટી કરી છે. દિનેશ અરોડાના સીએ દ્વારા પણ તેવી જ વાત જણાવવામાં આવી છે. અમે એવા ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે, જે લેવડ-દેવડની પુષ્ટિ કરે છે.
મટ્ટાએ કોર્ટને જણાવ્યું કે, 239 જગ્યાઓની તપાસ કરવામાં આવી અને ગુરૂવારે તેમના ઘરની પણ તપાશ કરવામાં આવી હતી.
સંજય સિંહના વકીલે શું કહ્યું?
મટ્ટાની દલીલોના જવાબમાં સંજય સિંહના વકીલ મોહિત માથુરે કહ્યું કે, દિનેશ અરોડાએ પોતાના નિવેદન બદલતા રહ્યાં છે. તેમને માર્ચ અને એપ્રિલમાં નિવેદન આપ્યા. તેમને જમાનત આપી દેવામાં આવી અને તે પછી તેમને પોતાનું નિવેદન બદલી નાંખ્યું. હવે ઈડીએ આ કેસમાં તેમને સરકારી સાક્ષી બનાવી લીધા છે.
મોહિત માથુરે કહ્યું કે, ઈડીના ઈશારા પર દિનેશ અરોડા પોતાના નિવેદન બદલી રહ્યાં છે. તેમની વિશ્વસનિયતા સંદિગ્ધ છે. તે બંને કેસોમાં આરોપી છે અને બંને કેસોમાં સરકારી સાક્ષી બની ગયા છે.
આ પણ વાંચો- AIMIM ગુજરાત સરકાર સામે કરશે ધરણા; કહ્યું- દંગાખોર બેફામ સરકાર મૂકપ્રેક્ષક